નથી ખબર મને શું છે પ્રેમ ફક્ત તેનો અણસાર લઈને આવ્યો છું,
પ્રેમ થકી લાગણી ઘણી છે મને પણ
બેવફાઓના નામ શોધવા આવ્યો છું,
પ્યારનો પહેલો અક્ષર જ અધૂરો કેમ છે
એ ‘અઘરો સવાલ’ લઈને આવ્યો છું,
શું છે જિંદગી ? એની મને ખબર નથી
પણ મોતની ખબર જાણવા આવ્યો છું,
નસીબદારોને પ્રેમ મળે છે
હું એ ‘ખુશનસીબ’ને શોધવા આવ્યો છું..