Tuesday, September 30, 2008

રમૂજી ટૂચકા

દેવજી (પોતાની પુત્રીને) : 'બેટા, તારા માટે મેં છોકરો જોઈ લીધો છે અને આવતા મહિને જ તારા લગ્ન પણ હું તેની સાથે કરાવી નાખીશ.
પુત્રી આદિ : 'પરંતુ પપ્પા, હું મારી મમ્મી વિના રહી શકું તેમ નથી !'
દેવજી : 'મારા તરફથી છૂટ છે બેટા, સાથે સાથે તારી વહાલી મમ્મીને પણ લેતી જજે.'
****************

ન્યાયાધીશ : તેં ઝવેરીને દુકાનમાંથી ધોળે દિવસે હાર ચોરવાની હિંમત કેવી રીતે કરી ?
ચોર : સાહેબ ! દુકાન ઉપર જ લખ્યું હતું કે આ સોનેરી અવસર હાથમાંથી જવા ન દેતા.
****************

ચાલીસી વટાવી વયેલ દંપતી દર્શને ગયા. દર્શન કરી લીધા બાદ પતિએ પૂછયું, 'તે શું માંગ્યું ?'
પત્ની કહે. સાતે જન્મ તમે મારા પતિ થાઓ.
પત્નીએ પૂછયું, 'તમે શું માંગ્યું ?' પતિએ કહ્યું, 'મેં માંગ્યું કે આ મારો સાતમો જન્મ હોય !'
****************

એક સામાયિકના તંત્રીને એક લેખકે રોષભર્યો પત્ર લખ્યો કે તમોએ મારા ચાર ચાર લેખો પાછા મોકલાવ્યા છે, તેનું શું કારણ છે ?
તંત્રીએ જવાબ આપતા કહ્યું કે વાચકો અમારું સામાયિક પાછું મોકલે એવું અમે ઈચ્છતા નથી.
This message was sent to you by પ્રેમ એટલે પોતાના જ આત્મા સાથે નુ મિલન.


Monday, September 29, 2008

મને બીક ના બતાવો !

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !
પંખી સહિત હવા ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.
માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !
એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?
બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો.

--અનિલ જોષી

યાદ છે...!

તને અડક્યાં ની હર પળ યાદ છે,
તને ચુમ્યા ની હર પળ યાદ છે.
તને છેડ્યા ની હર પળ યાદ છે,
તારા ઝગડા ની હર પળ યાદ છે.
કહુ કેમ તને કેટલો કરુ છુ પ્રેમ્,
તારા અશ્રુ ની હર પળ યાદ છે.
વાત અમસ્તી કેટલી લંબાવી હશે,
તારી પેહલી મુલાકત હજી યાદ છે.
હતી કેટલી નિર્દોશ આંખો તારી,
એ આંખો ની ઝંખના હજી યાદ છે.
તડપ તો તારી કેટલી જોઇ હતી
તારી પાછળ બેઠેલો મન હજી યાદ છે.
યાદ ના વમળ માં આટલો ના ખોવાઇશ "મન્"
તારા પ્રેમ ની નિશાનીઑ હજ યાદ છે.

Sunday, September 21, 2008

તુ જ કહે મને

દરેક ખુશી છે અહિ લોકો પાસે, પણ હસવા માટે સમય નથી
દિવસ-રાત દોડતી દુનિયા મા, જિંદગી માટે પણ સમય નથી

મા ના હાલરડા નો અહેસાસ છે, પણ મા ની મમતા માટે સમય નથી
બધા સંબંધો તો મરી ગયા જાણે, પણ તેમને દફનાવવાનો સમય નથી

બધા નામ મોબાઈલ મા છે પણ, મિત્રતા માટે સમય નથી
પાર્કા ઓ ની શુ વાત કરવી, પોતના માટે પણ સમય નથી

આંખો મા છે ઊંઘ ઘણીયે, પણ સુવા માટે સમય નથી
દિલ છે ગમો થી ભરેલુ, પણ રોવા માટે સમય નથી

પૈસા ની દોડ મા એવા દોડ્યા, કે થાકવા નો પણ સમય નથી
પારકા અહેસાનો ની શી કદર કેરીએ, જ્યા પોતાના સપના ની જ કદર નથી

તુ જ કહે મને એ, શી થશે આ જિંદગી નુ,,,,,
દરેક પળે મરવા વાળા ને, જિવવા માટે પણ સમય નથી..........

ક્યાં સુધી ?

સમયનો તકાદો છે ઈન્તજારનો
હું રાહ જોઉં, પણ ક્યાં સુધી ?

મંઝિલ નથી દૂર, મજલ છે લાંબી,
હું ચાલતો તો રહું, પણ ક્યાં સુધી ?

શમણાંઓ બોલે છે આગમનની ભાષા,
એને રાખું હું મૂંગા, પણ ક્યાં સુધી ?

દર્શનને ઝંખે છે વિરહાતુર નયનો,
દોર આશાનો હું ખેંચું, પણ ક્યાં સુધી ?

સમયની રેતમાં ક્ષણો સરી જાય છે,
હું શ્વાસોને ઝાલું, પણ ક્યાં સુધી ?

ધીરજની કસોટીની હદ હોય, ઓ ઈશ્વર !
તને પોકારતો રહું, પણ ક્યાં સુધી ?

મોર્ડન રામાયણ

રામ ને લક્ષમણ પાન-માવો ખાવા ગ્યા'તાં એવામાં રાવણ સાયકલ લઇને સીતાનું અપહરણ કરવાં આવ્યો...

સીતાજીએ બી ને જલ્દી-જલ્દી cell માં થી રામને misscall માર્યો (રામે RIM to RIM free કરાવેલું હતું...)

રામે હામો માર્યો (call) ... "Hey Sweet Heart wts up??"

સીતા: "Sweet Heart ની તો .......... કવ ઈ ન્યાં .......... આંય તારો કાકો ગુડાણો છે મને લૈ જાવા......."

રામ: "હુ વાત કરેસ? પાછો??? પાછું ઓલું પીલેન લૈને.......?"

સીતા: "ના રે હુ તમેય તે... પેટ્રોલ પોહાય ??? આ ફેરી તો સાયકલ લૈ આયો સે..."

રામ: "લે ગાંડી તો હુ ચીંતા કરેસ .. ?? એને ડબલમાં નથી આવડતી ... !!!

કોલેજ ફન્ડા

કોલેજ લાઇફ એટલે રિલાયન્સ જેવી :- કરલો દુનીયા મુઠી મેં
બેચલર લાઇફ એટલે એરટેલ જેવી : -ઐસી આઝાદી ઓર કહા ?
એંગેજમેન્ટૅ પછી આઇડીયા જેવી :- જો બદલ દે આપકી ઝીન્દગી
મેરેજ પછી હચ જેવી :- વેર યુ ગો અવર નેટવર્ક ફોલોવ્સ (તમે જ્યાં જશો અમારુ નેટવર્ક (પત્ની) તમારી પાછળ હશે)
અને છોકરા છૈયા પછી બિ એસ એન એલ જેવી : આ રુટ ની તમામ લાઇનો વ્યસ્ત છ

Monday, September 15, 2008

ક્રાન્તિબીજ

કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનના મુસાફરોને હિમાલય પણ નથી નડતો..
-શૂન્ય પાલનપુરી