Wednesday, October 22, 2008

આવ્યો

હું શાયર દુનિયામાં પ્રેમને શોધવા આવ્યો છું,
નથી ખબર મને શું છે પ્રેમ ફક્ત તેનો અણસાર લઈને આવ્યો છું,
પ્રેમ થકી લાગણી ઘણી છે મને પણ
બેવફાઓના નામ શોધવા આવ્યો છું,
પ્યાર કોનો પૂરો થયો છે ? તેનો જવાબ લેવા આવ્યો છું,
પ્યારનો પહેલો અક્ષર જ અધૂરો કેમ છે
એ ‘અઘરો સવાલ’ લઈને આવ્યો છું,
શું છે જિંદગી ? એની મને ખબર નથી
પણ મોતની ખબર જાણવા આવ્યો છું,
નસીબદારોને પ્રેમ મળે છે
હું એ ‘ખુશનસીબ’ને શોધવા આવ્યો છું..



Monday, October 13, 2008

પણ મઝા અનેરી હોય છે

હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.
 
કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર, 
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.  

તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ, 
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.  

બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે, 
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.  

એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે, 
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.  

દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં, 
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે....

Sunday, October 12, 2008

મન થાય છે...

આજ વરસતા વરસાદ મા પલઙવાનુ મન થાય છે, 
ઍમની યાદ મા ભીંજાવાનુ મન થાય છે, 
છે એ એટલા બધા દુર, 
વરસતા વાદળ નો હાથ પકડી મળવાનુ મન થાય છે, 
જાણૅ કે ઍમનો સંદેશો લઈ ને આવ્યો હોય્, 
એવો તે મેઘ આજે વરસે છે, 
ગગન મા બનતી અવનવી આક્રુતીઓ માં, 
મારી પલક ને એમનુ મુખડુ શોધવાનુ મન થાય છે...

Saturday, October 11, 2008

મારો પ્રેમ

જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે, 
તું એ જ રીતથી મારા વિચારને અડકે.  

શું તારા સ્પર્શથી એને થતી નથી તૃપ્તિ? 
ન હોય તું જો કને, તારી યાદને અડકે.  

ઊગી છે પાણીમાં તું આ કિંવા કમળ થઈને, 
હશેને કૈંક તો એવું કે જે તને અડકે ?!  

દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો, 
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે.  

સતત હૃદય, બધા કોષો અને મગજને અડે, 
વિચાર લોહી જેવો છે, દરેકને અડકે.  

ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી !! 
હે શબ્દ ! શ્વાસ થઈ શાને તું મને અડકે??...

Friday, October 10, 2008

તમે તો હદ કરો છો!!!!!!

દીકરી વ્હાલ નો દરિયો
ને દીકરો બોર નો ઠળીયો
---------------------------------------------------------

રોજ ટ્રેનમાં અપ-ડાઉન કરવાવાળાઓ માટે જે છેલ્લા ટાઇમે ટ્રેન પકડે છે
ઉઠો, જાગો અને ટ્રેન પ્રાપ્તિ માટે મંડ્યા રહો
---------------------------------------------------------

એક રિક્ષામાં પેસેન્જર સીટ્ની સામે લખ્યુતુ
ભારતની સંસ્ક્રુતિ વિશ્વમાં વખણાય છે

સભ્યતાથી બેસજો,કાચમાં દેખાય છે
----------------------------------------------------------

મોજા હી મોજા,
બુટ ચોરાઇ ગયા
----------------------------------------------------------

ૐ સસ્તીનાહ ઇન્દ્રો દુધ પી ગ્યો મીંદડો
-----------------------------------------------------------

પહેલુ સુખ તે જાતે નર્યા,
ને ઘર ચોખ્ખુ જો પોતા કર્યા
-----------------------------------------------------------

નારી તુ નરનારી
અમે ટોસ અને તમે ખારી
-----------------------------------------------------------

દુધનો દાઝ્યો છાશને ફુંક મારીને પીવે
સુપનો દાઝ્યો કોલ્ડકોકો ને ફુંક મારી ને પીવે
------------------------------------------------------------

વંદે માતરમ, ખિસ્સા કાતરમ્
ઇન્કલાબ ઝિંદાબાદ,
કોલર પકડી, બોચી દાબ
-------------------------------------------------------------

હમારી માંગે પુરી કરો
પુરી નહીતો રોટ્લીતો કરો!
--------------------------------------------------------------

ૐ ૐ હરી હરી કુછ ભી હો જાય પણ Don't worry..
---------------------------------------------------------------

આજ કરે સો કલ કર
કલ કરે સો પરસો
ઇતની જલદી ક્યા પડી હે
જબ જીના હે બરસો
----------------------------------------------------------------

સંપ ત્યાં જંપ
સાયકલ ત્યાં પંપ
પેટ્રોલ હવે બવ મોંધુ થઈ ગિયું

------------------------------------------------------------------
બા બહુ ને બેટી,ખાય વડલા ની ટેટી,પછી ગુમણા થાય તો મને ના કે'તી
-------------------------------------------------------------------
સોનિયા સફેદિ આપકે સારે કૌભાંડ ધો ડાલે

-------------------------------------------------------------------
હસે તેનુ ઘર વસે
ના હસે તેના ઘર આગડ કુતરા ભસે


પ્રેમનો એકરાર

જુદા જુદા રોજગારમાં રોકાયેલ વ્યક્તિ પોતાના પ્રેમનો એકરાર પોતાની ભાષામાં કેવી રીતે વ્યક્ત કરે છે તેની પરના રમૂજી મુક્તકો !!

[1] સુથાર

છોલવું કારણ વિના એ એમની લત હોય છે
પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે
છે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે
એમની પાસે નજરની એક કરવત હોય છે

[2] લુહાર

ઘણની સાથે કોની જોડી હોય છે ?
લાગણી ટીપી ને તોડી હોય છે
બેવફા તારા હૃદયની એરણે –
રોજ બદલાતી હથોડી હોય છે !

[3] ટપાલી

તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હું
તારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું હું
કોની કૃપાથી હું ઘસું છું તારા ઉંબરા ?
પત્રો લખે છે કોક ને વહેંચ્યા કરું છું હું !

[4] ટાલ ધરાવનાર

હું ઘસાયો એકલો ને તું સદા વ્હેતી ગઈ
‘લ્યો લપસજો’ કહીને લીસ્સા ઢાળ તું દેતી ગઈ
તેં દિધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યો
બેવફા તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ !

[5] સેલ્સમેન

સાવ રીઝનેબલ અમારા રેટ છે
પ્રેમપત્રોનું અસલ પેકેટ છે
હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ –
વાપરો તો દિલ મફતમાં ભેટ છે.

[6] પાયલોટ

રન-વે પ્રણયનો વ્યસ્ત છે, પ્લેનો હજાર છે
તારી નજરનો જોકે જુદેરો પ્રકાર છે
જગ્યા તો તરત થઈ જશે, તું લેન્ડ કરી જો
સિગ્નલ સતત ઝીલે છે, હૃદયનું રડાર છે.

[7] દરજી

ગાજ-ટાંકામાં નવું શું ? રોજ એ કરતો રહું ?
પ્રેમનો ગ્રાહક મળે તો રોજ છેતરતો રહું
આમ તો કાતર જૂની છે, તોય રઘવાયી રહે
પારકા તાકા મળે તો રોજ વેતરતો રહું !

[8] પોલીસ

હથકડી હૈયાની નહીં તૂટી શકે !
મુજ વિના કોઈ નહીં લૂંટી શકે !
તું ભલે ઝડપાઈ મારા પ્રેમમાં –
પણ વગર હપ્તે નહીં છૂટી શકે !

[9] ઈંગ્લીશ બોલતો ગુજરાતી

ફિલ્ડ છે લવનું ડીયર, તું ફલર્ટ કર ને ફ્લાય કર
તન થયું ટાયર્ડ, તો તું મનને મેગ્નીફાય કર
પ્રેમમાં ઈનફેક્ટ, યુ સી, ન્હોય પરમેનન્ટ કૈં
તુંય થા બીઝી ગમે ત્યાં, ને ગમે ત્યાં ટ્રાય કર !

[10] દૂરદર્શનનો ઉદ્દઘોષક

પ્રેમનું આ છે પ્રસારણ દિલની ચેનલ વન ઉપર
હે પ્રિયે ચેનલ બદલ ના વાત લેજે મન ઉપર
ખેંચ ના સિરિયલ હવે સંબંધની દર્શને
એક એપિસોડ તો કર પાસના દર્શન ઉપર

[11] ક્રિકેટર

છે પ્રિયે લિમિટેડ ઓવર્સ, ને પ્રણયની ખેંચ છે
ડેડ-પીચ પર ચાલતી આ એક વન-ડે મેચ છે
થર્ડ અમ્પાયરને વચમાં નાંખ ના, આ પ્રેમ છે
આપણો સંબંધ શું છૂટી ગયેલો કેચ છે ?

--નિર્મિશ ઠાકર

Reference by http://funngyan.com/blog_world/

રહી જાય છે....


નયનથી નયન જુઓ ને કેવા ટકરાઇ જાય છે,
છતાંય હૈયાની વાત હોઠ સુધી આવીને કેમ રહી જાય છે.

સામા મળો છો તમે ત્યારે કહેવાનું મન થઇ જાય છે,
પણ કિસ્મત અમારું એવું તમારો રસ્તો જ ફંટાઇ જાય છે.

દિલ મારું કહે છે કે હાલત તમારી પણ આવી જ હશે,
માટે તો હોઠ તમારા પણ સિવાઈ જાય છે.

હિંમત કરીને આવું ત્યાં તો વાત જ બદલાઈ જાય છે,
ચહેરો તમારો જોઇને મારા શબ્દો પણ ખોવાઈ જાય છે.

ભલે હોય હાલત આપણી આવી છતાંય મારું માનવું છે કે,
આ રીતે જ ધીરે ધીરે દિલ સમીપ આવી જાય છે.