Thursday, March 26, 2009

ઝેર ક્યાં....??

કોઇ કહે ઝેર છે વીંછીના ડંખમાં,
કોઇ કહે ઝેર છે સાપણના મુખમાં,
કોઇ કહે ઝેર છે ઝેરકોચલામાં,
ને કોઇ કહે ઝેર છે રત્નાકર સાગરમાં,
કોઇ કહે ઝેર છે અફીણના ડોડામાં,
તો કોઇ કહે ઝેર છે હડકાયા શ્વાનમાં..
કહે ગુણીજનો સાંભળજો ધ્યાન દૈ,
ઝાઝામાં ઝાઝું ઝેર તો માણસની જીભમાં.....

ચલો.......

ચલો સાથે મળી ભગવાનના વારસ બની જઈએ,
શરત બસ એટલી છે સૌ પ્રથમ માણસ બની જઈએ.
હવે બસ એક રસ્તો છે તમાશા દૂર કરવાનો,
બધાયે વેશ ખંખેરી ફરી બાળક બની જઈએ...
-હિતેન આનંદપરા.

Tuesday, March 17, 2009

અમે જીત્યા

અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા...

જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ,
ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ,
મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી,
કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ....

Tuesday, March 3, 2009

છોકરી ને પ્રપોઝ કરે ત્યારે....

છોકરી ને પ્રપોઝ કરે ત્યારે સામે છોકરી ના શું જવાબો હોઇ શકે.. ?એમાના કેટલાક જવાબો અહિ છે.

1) ના [ Jaane aa ek j word aavadto hoy..]

2) મે ક્યારેય નહ્તુ વિચાર્યું કે તમે મારા વિશે આવું વિચરો છો. [ leh..aa vichare pan che...???]

3) હું તો તમને કાયમ એક સારા મિત્ર તરીકેજ જોતી હતી અને તમે ? [badha natak che]

4) સોરી હું તો પહેલાથી જ એંગેજ છું. [haa 10 ma std. ma hati tyar thi]

5) હું આવી બધી વાતોમાં નથી માનતી. તારૂ ભણવામાં ધ્યાન લગાવ.[pote chori karine pass thati hase]

6) હજું હું તમને બરાબર જાણતી નથી. [photo aapu janva maate]

7) હું આ સંબન્ધ માટે હજુ પુરી રીતે તૈયાર નથી. [haju 30-40 varas lagse]

8) હું મારી બહેંપણી ને પુછી ને જવાબ આપીશ.. (એમા બહેનપણી ને પુછવાની શું જરૂર છે એ ખબર નથી પડતી )

9 ) આટલી વાત કહેવામાં આટલો બધો ટાઇમ લાગ્યો.

10) તારૂ મોઢું જોયું છે અરીસામાં કોઇ દીવસ ? ( જાણે પોતે રોજ અરીસાની સામેજ બેસી રહેતી હોય