કોઇ કહે ઝેર છે વીંછીના ડંખમાં,
કોઇ કહે ઝેર છે સાપણના મુખમાં,
કોઇ કહે ઝેર છે ઝેરકોચલામાં,
ને કોઇ કહે ઝેર છે રત્નાકર સાગરમાં,
કોઇ કહે ઝેર છે અફીણના ડોડામાં,
તો કોઇ કહે ઝેર છે હડકાયા શ્વાનમાં..
કહે ગુણીજનો સાંભળજો ધ્યાન દૈ,
ઝાઝામાં ઝાઝું ઝેર તો માણસની જીભમાં.....
વેણીનાં ફૂલ - ઝવેરચંદ મેઘાણી
15 years ago
No comments:
Post a Comment